50 - વિસ્તાર કરી દે / લક્ષ્મી ડોબરિયા
તું વાર ખમી જાતને તૈયાર કરી દે,
ને હાર ને પણ જીતનો આધાર કરી દે.
ટહુકાને કદી વાંચ તો પીડા થશે ઓછી,
સમજણનો જરા એમ તું વિસ્તાર કરી દે.
હું રોજ ઉઠીને મથું, દર્પણને સમજવા,
ને, દશ દિશાએ સોળ તું શણગાર કરી દે.
એ આંખથી પહોંચી જશે સીધી જ હૃદયમાં,
તું મૌનથી બસ, વાતનો વહેવાર કરી દે.
તારું બધું યે લે તને સોંપી દઉં છું પણ,
તારાથી અલગ તું મને પળવાર કરી દે.
ને હાર ને પણ જીતનો આધાર કરી દે.
ટહુકાને કદી વાંચ તો પીડા થશે ઓછી,
સમજણનો જરા એમ તું વિસ્તાર કરી દે.
હું રોજ ઉઠીને મથું, દર્પણને સમજવા,
ને, દશ દિશાએ સોળ તું શણગાર કરી દે.
એ આંખથી પહોંચી જશે સીધી જ હૃદયમાં,
તું મૌનથી બસ, વાતનો વહેવાર કરી દે.
તારું બધું યે લે તને સોંપી દઉં છું પણ,
તારાથી અલગ તું મને પળવાર કરી દે.
0 comments
Leave comment