૨૨ - બાથમાં ભીડી લઉં છું છેવટે અજવાસને / મુકુલ ચોક્સી


બાથમાં ભીડી લઉં છું છેવટે અજવાસને,
આ ઉપરથી નામ કંઈ આપો અમારી પ્યાસને.

ઊગવામાં જેને કંઈ આનંદ પણ હોતો નથી,
તૂટવાનો ભય કદી હોતો નથી એ ઘાસને.

છૂટ આથમતી ગઝલ ટાણે હવે લેવી નથી,
જાળવીશું છિન્ન ઘટનાઓના પીળા પ્રાસને.

કોઈના કોમળ ચરણથી રક્ત પણ ટપકી શકે,
ક્યાં ખબર છે ફર્શ પર તૂટી ગયેલા ગ્લાસને ?0 comments


Leave comment