39 - પ્રત્યુત્તરની પ્રતીક્ષાની ગઝલ / રિષભ મહેતા
પ્રશ્ન પૂછે શ્વાસ; ઉત્તર દે હવે
દર્દના એહસાસ ! ઉત્તર દે હવે
આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ ! ઉત્તર દે હવે
શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા –
કેમ મધુમાસ ? ઉત્તર દે હવે
તરબતર આંખોમાં એવું શું હતું ?
છમ્મ લીલી પ્યાસ, ઉત્તર દે હવે
દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશ ! ઉત્તર દે હવે
દર્દના એહસાસ ! ઉત્તર દે હવે
આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ ! ઉત્તર દે હવે
શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા –
કેમ મધુમાસ ? ઉત્તર દે હવે
તરબતર આંખોમાં એવું શું હતું ?
છમ્મ લીલી પ્યાસ, ઉત્તર દે હવે
દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશ ! ઉત્તર દે હવે
0 comments
Leave comment