51 - ક્ષણની સાખે / લક્ષ્મી ડોબરિયા
એક સવાઈ ક્ષણની સાખે,
આભ ઢળે રજકણની સાખે.
એકલતા એ સાથ નિભાવ્યો,
ભીતરના સૌ વ્રણની સાખે.
રેત વચાળે દરિયો ગાળે,
તડકો કાયમ રણની સાખે.
સપનું નહિ પણ એક હકીકત,
ટપકે છે આંજણની સાખે.
રહી ગઈ અંતે વાત અધૂરી,
પ્રશ્ન વિનાના પણ ની સાખે.
કોઈના હોવાની ઘટના,
ઊગે છે દર્પણની સાખે.
આભ ઢળે રજકણની સાખે.
એકલતા એ સાથ નિભાવ્યો,
ભીતરના સૌ વ્રણની સાખે.
રેત વચાળે દરિયો ગાળે,
તડકો કાયમ રણની સાખે.
સપનું નહિ પણ એક હકીકત,
ટપકે છે આંજણની સાખે.
રહી ગઈ અંતે વાત અધૂરી,
પ્રશ્ન વિનાના પણ ની સાખે.
કોઈના હોવાની ઘટના,
ઊગે છે દર્પણની સાખે.
0 comments
Leave comment