52 - અહમ ઓગાળુ છું / લક્ષ્મી ડોબરિયા


ઓટ સમયની ખાળું છું,
ભરતી ભીતર લાવું છું.

હાથ જરા લંબાવું છું,
એમ અહમ્ ઓગાળું છું.

નુસખા સ્થિર થવાના સૌ,
જાત વલોવી જાણું છું.

તારી સાથે સહમત થઈ,
ખુદને હું અજમાવું છું.

ગાંઠ બધી જ્યાં છૂટે છે,
જીવ સહજ ત્યાં બાંધું છું.
0 comments


Leave comment