53 - ધારણા મેં ધારી / લક્ષ્મી લક્ષ્મી ડોબરિયા


જિંદગીના ખેલમાં એક ધારણાં મેં ધારી,
હારમાં પણ જીત છે, જાણ્યું અને હું હારી.

કોણ જાણે કેમ એ લાગી હતી પોતાની,
એટલે તો વેદના કાગળ ઉપર ઊતારી.

એક ઘટના આંખમાં કાયમ રહી છે તાજી,
ભૂલથી ભૂલાય ના એ વાત લઉં સંભારી.

તું નથી પણ છે અને હું છું છતાં હું ક્યાં છું?
સ્નેહના સંબંધમાં, સંવેદના બે-ધારી.

એક પળ જોયું ન જોયું, ને અરીસો તૂટ્યો,
જાતને મેં એટલી પીડા વડે શણગારી.

૫૪. સરી તો જો / લક્ષ્મી ડોબરિયા


0 comments


Leave comment