58 - અગર / લક્ષ્મી ડોબરિયા


ભૂલોથી આજને હું ટપારી શકું અગર;
કદ કાલનું ય એમ વધારી શકું અગર.

સાકાર સ્વપ્ન થાય કે ના થાય, ગૌણ છે,
આ હાથમાં જે ક્ષણ છે, સુધારી શકું અગર.

સમજણનું તેજ સૂર્યથી શું ઓછું હોય છે ?
'હું' ના બધા પ્રભાવ, નિવારી શકું અગર.

રસ્તો મળી જવાની છે સંભાવના સખત,
કોઈને ભીતરે હું, વિચારી શકું અગર.

ધરપત, દિલાસો, હૂંફ થઈ જાય છે ગઝલ,
એનાથી જિંદગીને, મઠારી શકું અગર.0 comments


Leave comment