60 - મળે... એ શક્ય છે / લક્ષ્મી ડોબરિયા
અહિ બંધ દરવાજા મળે એ શક્ય છે,
આગળ જવા રસ્તા મળે એ શક્ય છે.
જાગે ભલેને પાછલી રાતોમાં તું,
એ રીતે અજવાળા મળે એ શક્ય છે.
ડૂબી જવાનો ડર સલામત રાખ તો,
રંગીન પરપોટા મળે એ શક્ય છે.
કાચી સમજને પાંખ ફૂટે ને પછી,
ના આભ કે માળા મળે એ શક્ય છે.
એકાદ અફવા સ્હેજ ફરવા નીકળે,
ઘી હોમવા ટોળાં મળે એ શક્ય છે.
મારી ગઝલમાં તું મને શોધે છે પણ,
તારા જ અણસારા મળે એ શક્ય છે.
આગળ જવા રસ્તા મળે એ શક્ય છે.
જાગે ભલેને પાછલી રાતોમાં તું,
એ રીતે અજવાળા મળે એ શક્ય છે.
ડૂબી જવાનો ડર સલામત રાખ તો,
રંગીન પરપોટા મળે એ શક્ય છે.
કાચી સમજને પાંખ ફૂટે ને પછી,
ના આભ કે માળા મળે એ શક્ય છે.
એકાદ અફવા સ્હેજ ફરવા નીકળે,
ઘી હોમવા ટોળાં મળે એ શક્ય છે.
મારી ગઝલમાં તું મને શોધે છે પણ,
તારા જ અણસારા મળે એ શક્ય છે.
0 comments
Leave comment