45 - કથકવીતીની ગઝલ / રિષભ મહેતા


લે, કથા સુણ આ રુંધાતા શ્વાસની
લે, કથા સુણ દર્દના એહસાસની

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
લે, કથા સુણ ચોતરફ આભાસની

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
લે, કથા સુણ આ વિવશ મધુમાસની

તરબતર આંખોને લૂછી નાખ મા
લે, કથા સુણ છમ્મ લીલી પ્યાસની

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
લે, કથા સુણ આવશો–ની આશની0 comments


Leave comment