46 - कैवलत्वનીની ગઝલ / રિષભ મહેતા


હું નથી તું પણ નથી બસ શ્વાસ છે
હું નથી તું પણ નથી એહસાસ છે

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
હું નથી તું પણ નથી આભાસ છે

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
હું નથી તું પણ નથી મધુમાસ છે

તરબતર આંખોને બીજું શું હશે ?
હું નથી તું પણ નથી એક પ્યાસ છે

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
હું નથી તું પણ નથી પણ આશ છે



0 comments


Leave comment