48 - સત્ય અને આભાસ વચ્ચે ઝૂલતી ગઝલ / રિષભ મહેતા


હું નથી તો કેમ મારો શ્વાસ છે ?
હું નથી તો કેમ આ એહસાસ છે ?

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
હું નથી તો કેમ આ આભાસ છે ?

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
હું નથી તો કેમ આ મધુમાસ છે ?

તરબતર આંખોને લૂછી નાખ તું
હું નથી તો કેમ મારી પ્યાસ છે ?

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
હું નથી તો કેમ મારી આશ છે ?0 comments


Leave comment