49 - અજ્ઞાત અને અનાગતને નિમંત્રણની ગઝલ / રિષભ મહેતા


આવ લઈ જા આ રુંધાતા શ્વાસને
આવ લઈ જા દર્દના એહસાસને

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
આવ લઈ જા તું બધા આભાસને

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
આવ લઈ જા આ વિવશ મધુમાસને

તરબતર આંખોમાં જે ઝળક્યા કરે
આવ લઈ જા મારી ઝૂરતી પ્યાસને

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવ લઈ જા આવશો–ની આશને0 comments


Leave comment