50 - અંત્યાનુભાસની ગઝલ / રિષભ મહેતા


અલવિદા મારા રુંધાતા શ્વાસને
અલવિદા આ દર્દના એહસાસને

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
અલવિદા છે કારમા આભાસને

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
અલવિદા સુક્કા વિવશ મધુમાસને

તરબતર આંખોને લૂછી નાખજે
અલવિદા તારી ઝૂરતી પ્યાસને

હે પ્રતીક્ષા ! દ્વારમાં ઊભી ન રે
અલવિદા કર આવશો–ની આશને



0 comments


Leave comment