62 - વીરડા રણમાં જડે / લક્ષ્મી ડોબરિયા
પ્યાસને જીવાડતા જો આવડે,
શક્ય છે કે વીરડા રણમાં જડે.
અહિં ઋણાનુબંધથી બંધાઈને,
આખરે તો જીવ ભીતર જઈ ચડે.
છે સ્વભાવે આમ તો લીલા છતાં,
અવગણી પીળાશને ક્યા પાંદડે ?
ટેરવાં પર જ્યાં હૃદય ધબક્યું હતું,
જીવ થોડો રહી ગયો એ બાંકડે.
આ સમયના હાથ પણ કેવા હશે ?
જીવતા માણસને પણ એ તો ઘડે.
શક્ય છે કે વીરડા રણમાં જડે.
અહિં ઋણાનુબંધથી બંધાઈને,
આખરે તો જીવ ભીતર જઈ ચડે.
છે સ્વભાવે આમ તો લીલા છતાં,
અવગણી પીળાશને ક્યા પાંદડે ?
ટેરવાં પર જ્યાં હૃદય ધબક્યું હતું,
જીવ થોડો રહી ગયો એ બાંકડે.
આ સમયના હાથ પણ કેવા હશે ?
જીવતા માણસને પણ એ તો ઘડે.
0 comments
Leave comment