68 - શ્રાવણી હિલ્લોળ છે ? / લક્ષ્મી ડોબરિયા


શ્રાવણી હિલ્લોળ છે?
કે અષાઢી ડોળ છે ?

સાવ કોરાં સ્મિતથી,
આંખ રાતી ચોળ છે.

શબ્દ પર ઉપસી ગયા,
લાગણીના સૉળ છે.

એ ગળે ના ઊતરે,
વાત મારી ગોળ છે.

આંખમાં ઇતિહાસ ને,
હાથમાં ભૂગોળ છે.

સ્થિર છે ગઈકાલ પણ,
આજ ડામાડોળ છે.

સાવ સીધી લાગતી,
જિંદગી ચકડોળ છે.


0 comments


Leave comment