69 - અર્થ સરસે નહિ / લક્ષ્મી ડોબરિયા
કાચા ઘડાના ઘાટનો કૈં અર્થ સરસે નહિ,
ને, વ્યર્થ આ રઘવાટ નો કૈં અર્થ સરસે નહિ.
જોઈ શકે જ્યાં તું તને એ તેજ ખપનું છે,
બીજા બધા ચળકાટનો કૈં અર્થ સરસે નહિ.
જો બારમાસી તાજગી એમાં ન હોય તો,
એ પ્યાસ, એ તલસાટનો કૈં અર્થ સરસે નહિ.
વાદળ થઈ વરસી જવા દવ ભીતરે તું રાખ,
ઉપરછલ્લા ઉકળાટનો કૈં અર્થ સરસે નહિ.
ખીલી, ખરીને વાત બસ તારી તું કર અહીં,
ખાલીપાના ખખડાટનો કૈં અર્થ સરસે નહિ.
આંસુ જો કોઈના તને ના ભીંજવી શકે,
તર્પણને માટે ઘાટનો કૈં અર્થ સરસે નહિ.
ના હો વળાંકો ઢાળ તો આગળ જવાશે પણ,
સીધી સરળ એ વાટનો કૈં અર્થ સરસે નહિ.
ને, વ્યર્થ આ રઘવાટ નો કૈં અર્થ સરસે નહિ.
જોઈ શકે જ્યાં તું તને એ તેજ ખપનું છે,
બીજા બધા ચળકાટનો કૈં અર્થ સરસે નહિ.
જો બારમાસી તાજગી એમાં ન હોય તો,
એ પ્યાસ, એ તલસાટનો કૈં અર્થ સરસે નહિ.
વાદળ થઈ વરસી જવા દવ ભીતરે તું રાખ,
ઉપરછલ્લા ઉકળાટનો કૈં અર્થ સરસે નહિ.
ખીલી, ખરીને વાત બસ તારી તું કર અહીં,
ખાલીપાના ખખડાટનો કૈં અર્થ સરસે નહિ.
આંસુ જો કોઈના તને ના ભીંજવી શકે,
તર્પણને માટે ઘાટનો કૈં અર્થ સરસે નહિ.
ના હો વળાંકો ઢાળ તો આગળ જવાશે પણ,
સીધી સરળ એ વાટનો કૈં અર્થ સરસે નહિ.
0 comments
Leave comment