70 - નિરાળો / લક્ષ્મી ડોબરિયા
માળાએ કર્યો હોંશથી વહેવાર નિરાળો,
એ ડાળને ટહુકાનો દે આધાર નિરાળો.
ફૂલોના ઘરે ઓસ તો મહેમાન થઈને,
ઉજવે છે હકીકતમાં તો તહેવાર નિરાળો.
ઉત્તરનું થઈ જાય છે ત્યાં મૂલ્ય પછીથી,
જ્યાં પ્રશ્ન રૂપે હોય છે પડકાર નિરાળો.
પીડાને સદી ગ્યા છે નવા રૂપ ને વાઘા,
એનો આ ગઝલમાં થયો સ્વીકાર નિરાળો.
હું આજને લઈ જાઉં છું ગઈકાલથી આગળ,
એ રીતે કરું કાલનો વિસ્તાર નિરાળો.
એ ડાળને ટહુકાનો દે આધાર નિરાળો.
ફૂલોના ઘરે ઓસ તો મહેમાન થઈને,
ઉજવે છે હકીકતમાં તો તહેવાર નિરાળો.
ઉત્તરનું થઈ જાય છે ત્યાં મૂલ્ય પછીથી,
જ્યાં પ્રશ્ન રૂપે હોય છે પડકાર નિરાળો.
પીડાને સદી ગ્યા છે નવા રૂપ ને વાઘા,
એનો આ ગઝલમાં થયો સ્વીકાર નિરાળો.
હું આજને લઈ જાઉં છું ગઈકાલથી આગળ,
એ રીતે કરું કાલનો વિસ્તાર નિરાળો.
0 comments
Leave comment