૬ ઝાડ ધુમ્મસમાં ભીંજાતું ઊભું છે હે....ય / રમણીક સોમેશ્વર


ઝાડ ધુમ્મસમાં ભીંજાતું ઊભું છે હે....ય
ઝાડ ઊભું છે ફેલાવી હાથ
ઝાડ ધુમ્મસમાં ભીંજાતું ઊભું છે હે....ય

પાસેના ખેતર પણ ધુમ્મસમાં ન્હાય છે
આઘેની ટેકરીઓ હસુ હસુ થાય છે
પંખીએ સૂરજને લીધો છે ચાંચમાં
ઝાડ ધુમ્મસમાં ભીંજાતું ઊભું છે હે....ય
ઝાડ ધુમ્મસમાં ભીંજાતું ઊભું છે.

ધુમ્મસમાં રસ્તાઓ ઓગળે
ડૂબ્યું છે ધુમ્મસમાં ગામ
ઝાડ ધુમ્મસમાં ભીંજાતું ઊભું છે
જાણે ધુમ્મસમાં ભીંજાતા આપણે

ઝાડ ધુમ્મસમાં ભીંજાતું ઊભું છે હે....ય