71 - ઉત્તર હતાં / લક્ષ્મી ડોબરિયા


શું કહું કે કેટલા સુંદર હતા ?
સાવ સાચા હોઠ પર ઉત્તર હતા.

મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
થઈ ગયા આષાઢ જે ચૈતર હતા.

હાથ ના પકડે હકીકત તો ય શું ?
સ્વપ્ન જન્મ્યા ત્યારથી પગભર હતા.

આજના સંદર્ભમાં તાજા છતાં,
દર્દના કારણ ઘણાં પડતર હતા.

ના જવાયું સાવ નજદીક એમની,
એ ઉપર થોડાં, ઘણાં અંદર હતા.0 comments


Leave comment