72 - ઘાત છે / લક્ષ્મી ડોબરિયા


કાં દવા કાં ઘાત છે,
ક્ષણમાં એ તાકાત છે.

સાચવ્યું એકાંત છે,
એથી મન રળિયાત છે.

ઘર તરફ રસ્તા વળ્યા,
સાંજ ને નિરાંત છે.

તરણું ઝૂકી જાય ત્યાં,
વાયરાની મ્હાત છે.

તારવી લે સાર તું,
મોસમી જઝબાત છે.

આ અષાઢી વાદળા,
તડકાની સોગાત છે.

પાછું વાળી જોઈ લો,
સાચી એ શરૂઆત છે. 


0 comments


Leave comment