75 - આસમાની ખેતરે / લક્ષ્મી ડોબરિયા


આસમાની ખેતરે,
ચાંદની પહેરો ભરે.

નાવ મઝધારે હતી,
ને, કિનારા થરથરે.

લાગણી થી થાય શું?
વેદનાને નોતરે.

કાનમાંથી નીકળી,
વાત પહોંચે ચોતરે.

વાંસળીની વેદના,
વાયરો લઈને ફરે.

ટાંકણું થઈ છંદ આ,
શબ્દ કેવાં કોતરે.

સ્મિત જેવું સ્મિત પણ,
ઘાવ જૂના ખોતરે.0 comments


Leave comment