80 - ખૂણા થઈ જુઓ / લક્ષ્મી ડોબરિયા
જિંદગીને આમ જોતા થઈ જુઓ,
પર્ણ માફક લીલા, પીળા થઈ જુઓ.
શિખરો સર આ રીતે પણ થઈ જશે,
કોઈ માટે ખાસ ખૂણા થઈ જુઓ.
છાંયડાનો અર્થ બીજો હોય શું ?
બસ, હદયથી થોડા શીળા થઈ જુઓ.
સાવ સીધા લાગશે રસ્તા બધા,
હા, નદીની જેમ વ્હેતા થઈ જુઓ.
સૂર્યનો મહિમા જ કરવો હોય તો,
રાત ટાણે સ્થિર દીવા થઈ જુઓ.
પર્ણ માફક લીલા, પીળા થઈ જુઓ.
શિખરો સર આ રીતે પણ થઈ જશે,
કોઈ માટે ખાસ ખૂણા થઈ જુઓ.
છાંયડાનો અર્થ બીજો હોય શું ?
બસ, હદયથી થોડા શીળા થઈ જુઓ.
સાવ સીધા લાગશે રસ્તા બધા,
હા, નદીની જેમ વ્હેતા થઈ જુઓ.
સૂર્યનો મહિમા જ કરવો હોય તો,
રાત ટાણે સ્થિર દીવા થઈ જુઓ.
0 comments
Leave comment