83 - જેવું / લક્ષ્મી ડોબરિયા
ડાબા હાથે જમણાં જેવું,
કામ કરી લે, બમણાં જેવું.
ગણના કે અવગણના જેવું,
હોય બધું એ ભ્રમણાં જેવું.
હોવું ખુદનું સાબિત કરવાં,
મૃગજળ દોડે હરણાં જેવું.
હાથોમાં તું હાથ લઈને,
આંખોને દે શમણાં જેવું.
સ્હેજ અહમ્ ઓગાળીને તું,
જીવી લે બસ ઝરણાં જેવું.
કાલે શું? નો ઉત્તર એક જ,
સાથે રહીશું હમણાં જેવું.
વૃક્ષ બની ફેલાવું મારે,
જીવન છો ને તરણાં જેવું.
કામ કરી લે, બમણાં જેવું.
ગણના કે અવગણના જેવું,
હોય બધું એ ભ્રમણાં જેવું.
હોવું ખુદનું સાબિત કરવાં,
મૃગજળ દોડે હરણાં જેવું.
હાથોમાં તું હાથ લઈને,
આંખોને દે શમણાં જેવું.
સ્હેજ અહમ્ ઓગાળીને તું,
જીવી લે બસ ઝરણાં જેવું.
કાલે શું? નો ઉત્તર એક જ,
સાથે રહીશું હમણાં જેવું.
વૃક્ષ બની ફેલાવું મારે,
જીવન છો ને તરણાં જેવું.
0 comments
Leave comment