86 - સવાયું ગણ / લક્ષ્મી ડોબરિયા


કાલના કામણને પણ તું સવાયું ગણ,
આજના તર્પણને પણ તું સવાયું ગણ.

દે દિલાસો પાનખર, ને વસંતો લે,
એ જુદા સગપણને પણ તું સવાયું ગણ.

હોય તારા હાથમાં, સાત દરિયા પી,
હોય નહિ તો રણને પણ તું સવાયું ગણ.

જ્યાં વળાંકો શબ્દના છેતરે છે ત્યાં,
મૌનના તારણને પણ તું સવાયું ગણ.

આ ગઝલ જેના થકી છે સવાઈ એ,
દર્દના કારણને પણ તું સવાયું ગણ.0 comments


Leave comment