87 - દુઃખતી રગ / લક્ષ્મી ડોબરિયા
દોડે મન ને હાંફે પગ,
મૃગજળ જાણે મોટો ઠગ.
અજવાળું અંદર કરવા,
સંકોરી પીડાની શગ.
ઈચ્છા, સપના ને હકીકત,
સૂઝ અને સમજણના બગ.
સંબંધોનાં ખાતે જો,
કોની ક્યાં પહોંચે છે વગ.
વાણીમાં હો વૈભવ તો,
પગમાં પડશે આખું જગ.
રંગ નજરમાં ખુદના આવ્યા,
પકડી જ્યાં મેં દુઃખતી રગ.
ધ્યાન ધરી તક ઝડપી લે,
ભરવાના છે વામન ડગ.
મૃગજળ જાણે મોટો ઠગ.
અજવાળું અંદર કરવા,
સંકોરી પીડાની શગ.
ઈચ્છા, સપના ને હકીકત,
સૂઝ અને સમજણના બગ.
સંબંધોનાં ખાતે જો,
કોની ક્યાં પહોંચે છે વગ.
વાણીમાં હો વૈભવ તો,
પગમાં પડશે આખું જગ.
રંગ નજરમાં ખુદના આવ્યા,
પકડી જ્યાં મેં દુઃખતી રગ.
ધ્યાન ધરી તક ઝડપી લે,
ભરવાના છે વામન ડગ.
0 comments
Leave comment