90 - કક્કો ઘૂંટે છે / લક્ષ્મી ડોબરિયા


આગવી રીતે બેઉ દીપે છે,
સૂર્ય ડૂબે છે, સાંજ ઊગે છે.

ભાગ મારો ય રાખજો હો ને,
આ ઉદાસી યે કાન ફૂંકે છે.

ટાળે છે જ્યાં સવાલ ખુદના તું,
ત્યાં અરીસો નહીં તું તૂટે છે.

તેજ પર કોઈ નો ઈજારો છે?
તોય કક્કો તું તારો ઘૂંટે છે.

સ્થિર શ્રદ્ધા ય થઈ આ વાતે કે,
આ સમય છે, સતત એ ઘૂમે છે.

રાત લાંબી તને જો લાગે તો,
જાગવાના પ્રયાસ ખૂટે છે. 


0 comments


Leave comment