૨૮ તકલાદી પોત / રમણીક સોમેશ્વર


તકલાદી પોત
સાવ તકલાદી પોત
સાવ તકલાદી પોત તને લાગશે રે
પછી ઊંઘરેટી આંખ લઈ જાગશે.

ફૂંફાડા મારશે અંધારું
સળવળશે ખેતરમાં પાડેલા ચાસ
રૂંવાડાં થોડું લહેરાશે
ને થઈ જાશે ખેતરનું સૂકેલું ઘાસ
સૂકેલાં ઘાસની સળીઓ વીણીને તું
સીમાડો છોડીને ભાગશે
પછી ઊંઘરેટી આંખ લઈ જાગશે.

સીમાડે દાટેલી ઇચ્છાઓ આંતરશે
થઈને ભૂતાવળનું ટોળું
પછી તારા મનને તું પૂછશે
કે ભાઈ, હવે દોડું તો કેટલુંક દોડું ?
મન કહેશે દોડ, ત્યાં તો સીમાડો રોકીને
પગમાંથી ‘દોડવું’ માગશે

પછી ઊંઘરેટી આંખ લઈ જાગશે.0 comments