૩૦ કેમ ઊચરવી વાણી / રમણીક સોમેશ્વર


કેમ ઊચરવી વાણી
સંતો, કેમ ઊચરવી વાણી !

આંખ ભઈ અફવાની નગરી
કર્ણ નગારા-દાંડી રે
કંઠ મહીં બાઝી ગ્યાં જાળાં
વાત કહે શી માંડી રે
શબ્દ નામની નાજુક હોડી
પાણી વિણ મૂંઝાણી
સંતો, કેમ ઊચરવી વાણી !

ત્વચા ઓળખે એક સ્પર્શ
કેવળ બાવળનો કાંટો
હે જ્ઞાની, થોથાં મેલીને
મુખ પર પાણી છાંટો
પલકવારમાં ટપકી પડશે
ભર્યું ચાંગળું પાણી
કેમ ઊચરવી વાણી
સંતો, કેમ ઊચરવી વાણી !0 comments


Leave comment