7 - ૭ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


     અત્યારે રાતના સાડા અગિયાર થાય છે. વૃંદા મારી રૂમમાં મારા પલંગ પર સૂતી છે, છતાં વિશ્વાસ નથી બેસતો કે એ આવી ગઈ ! ઘણીવાર અમે સાથે રહેવાની ઈચ્છા કરી છે. છેવટે આજે એ સાકાર થઇ.

      સવારે આવીને કહે કે, ‘શિષ્યા પાસે ગાઇડન્સ લેવા આવી છું.’ હું એકદમ બોલી ઊઠી, ‘શું હું હજી ય તારી શિષ્યા જ છું ?’ કાંઈ જવાબ ન આપ્યો. ચુપચાપ મારો હાથ પકડી લીધો. વૃંદા કંઇક ચિંતામાં લાગે છે, કંઇક ઉદાસ પણ. પૂછવું નથી. એ જાતે જ કહેશે. કારણ, પૂછવાથી જે મળશે એ બીજું કંઇ પણ હશે, જવાબ નહીં.


0 comments


Leave comment