8 - ૮ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      પહેલી જ વાર મમ્મી સિવાય કોઈની સાથે સૂવાનો પ્રસંગ આવ્યો. કાયમ સૂતી વખતે મમ્મીના પેટ પર હાથ મૂકું ને મમ્મી પડખું ફરી જાય, નારાજી દાખવતી. પણ હું ડઠ્ઠર માનું તો ને ! આજે ય ગઈ કાલની ઘટના રીપીટ થઇ.

      કાલે રાત્રે ટેવવશ મેં વૃંદાના પેટ પર હાથ મૂકી દીધો અને એ મને વળગી પડી. એક ક્ષણ ખબર ન પડી શો પ્રતિભાવ આપવો ! શરીર કંઇક વિચિત્ર સ્થિતિમાં મુકાઈ ગયું. મારી સ્તબ્ધતા અનુભવતાં એ ધીરેથી અળગી થઇ ગઈ. શું એને ખોટું લાગ્યું હશે ?0 comments


Leave comment