21 - ૨૧ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      છેલ્લા બે દિવસથી આ મારું શરીર પણ મારું નથી રહ્યું. સવારે નહાવા બેઠી ત્યારે અંગેઅંગ વૃંદાની ભાષા બોલતું હતું.
‘..... આ કમરના વળાંકમાં ભૂલા પડેલા અજાણી નદીનાં વહેણ..... બિટવીન હર બ્રેસ્ટ.... મારો તાજમહેલ....’
      હૂંફાળા પાણીનો સ્પર્શ, એક તીવ્ર રોમાંચ અને અંગેઅંગ છલકાતું સુખ.... આખા ય શરીરને વાચા ફૂટી હતી. અને એના એકેએક અક્ષર હું ઉકેલતી રહી. એના વળાંક અને ઢોળાવ, ચઢાણ અને ઊંડાણના અવનવા સૂર સંભળાતા હતા.

      લાગે છે વૃંદાને ચાહવાની સાથોસાથ હું મારા શરીરને ય ચાહવા લાગી છું.


0 comments


Leave comment