23 - ૨૩ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે થિસિસનું પહેલું ચેપ્ટર ચેક થઈને આવ્યું. સાચ્ચે જ રિસર્ચમાં મોકળાશ ભાગ્યશાળીને જ મળે છે. આ બાબતમાં રુચિ બહુ લકી છે. મારે વિષય અનુસાર નહીં, ગાઈડ અનુસાર થિસિસ લખવાની છે. છસો પેઈજ થવાં જોઈએ. ભાષામાં ‘પાંડિત્ય’ દેખાવું જોઈએ. વિષય છે – ‘પ્રેમચંદોત્તર ઉપન્યાસ મેં પ્રેમ એવમ્ વિવાહ કી સમસ્યાએં.’ પરંતુ શરૂઆત મારે ઉપન્યાસની વ્યાખ્યા અને સ્વરૂપ વિશ્લેષણથી કરવાની !

      એક ક્ષણ તો વિરક્તિ થઈ આવી. આખીય જાતને ભૂલીને, તમારા અંગત દૃષ્ટિકોણને તડકે મૂકીને પીએચ.ડી. મળે એના કરતાં રિસર્ચ ન કરવું સારું ! આમાં એક અક્ષર સુધ્ધાં મારો નહીં હોય ! ખાડામાં જાય પીએચ.ડી. પણ મમ્મીનું સ્વપ્ન ?


0 comments


Leave comment