24 - ૨૪ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
એવું કેમ બને કે સુંદર વસ્તુને જોતાં તમે વધુ ઉદાસ બની જાવ. આજે બહુ સરસ ફિલ્મ જોઈ, ‘બંદિની.’ ભાવસભર અભિનય અને કર્ણપ્રિય ગીતો આજકાલની ફિલ્મોમાં દુર્લભ થતાં જાય છે.
ફિલ્મ જોયા પછી આખો વખત મન એટલું ઉભડક રહ્યું... લાગ્યું સતત દુભાઉં છું, હિજરાઉં છું... પણ કોનાથી ? કદાચ કાલિદાસે કહ્યું છે એમ, સુંદર વસ્તુને જોતાં મન દુઃખી થઇ જાય છે, પૂર્વજન્મના કોઈ અજ્ઞાત સાથીનો તીવ્ર અભાવ સોડમાં આવીને ઊભો રહી જાય.
પરંતુ મારી સાથે તો એ સમયે વૃંદા હતી. છતાં......
0 comments
Leave comment