28 - ૨૮ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      શિયાળામાં રાત બહુ જલદી ‘રાત’ લાગવા માંડે.... એમાં ય જો એકલતા ઘેરી વળે તો બિહામણી પણ લાગે... જો કે વૃંદા મારી પાસે છે... પણ આજે કદાચ સાથે નથી.... કાલ બપોરથી એને હીનાની વાત કરવા ઉત્સુક હતી. બલકે એની સાથે વાત કરીને કંઈક હળવી થવા, કંઈક સમજવા માગતી હતી... પરંતુ વૃંદા ? ડૉ.અજિતની વાતોમાં ગળાડૂબ... આજે ઘણા દિવસે એને આમ બોલતી જોઇને સ્કૂલના દિવસો યાદ આવી ગયા.... પણ.....


0 comments


Leave comment