29 - ૨૯ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      કોણ જાણે વૃંદા ક્યા મુહૂર્તમાં આવી છે હોસ્ટેલમાં ! આજે ફરી એને ઘેર જવું પડ્યું. મુંબઈથી ફોન આવ્યો કે એનાં મોટાં બહેનને પગે ફ્રેક્ચર થયું છે. ત્યાં ઘરમાં કોઈ કરવાવાળું નથી. વળી અહીં ભાભીને બંટી નાનો. એક ક્ષણ મને એનાં ભાઈ-ભાભી પર એવી ખીજ ચડી કે... કેવાં છે ? વૃંદા નોકરી નથી કરતી એટલે શું એ ફાલતુ છે ? પણ ના, છેક એવું નથી. નહીંતર વૃંદા જ ન જાય. માતા-પિતાની ગેરહાજરીમાં વૃંદાને મોટીબહેનનો ઘણો સહારો છે. આવતીકાલે સવારે ગુજરાત એક્સપ્રેસમાં એ જશે.0 comments


Leave comment