36 - ૧૦ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      શું એને બે લાઈન લખવાનો ય સમય નહીં મળતો હોય ? બાર દિવસ થવા આવ્યા. હું એકે ય વાર એને યાદ નહીં આવી હોઉં ? મને ભૂલી ગઈ ? જાણું છું, મારે આમ આકળા ન થવું જોઈએ પરંતુ ખરેખર જે જાય છે એની સામે તો એક નવું જ દૃશ્ય ઊઘડે છે... પાછળ રહેનાર પર ફરી વળે સ્મૃતિઓનાં જળ, ચારેકોરથી....

      મેં પીધાં છે એની નાભિનાં ઊંડાણ... દૂર દૂર ખેંચી જતાં, રોમરોમથી જકડી લેતાં, વીંટળાઈ વળતાં જંગલી વેલાની જેમ... મારતે ઘોડે દોડતા શિકારીની બેફામ ગતિમાં અમે... એક વંટોળ ઊઠતો, ડાળીઓ ગૂંથાઈ જતી, થડમાં ચંપાયે જતો લાવા, મહેકીને મસળાઈ જતાં ફૂલો... ભાર વરસાદમાં ભીંજાતાં, ઝાપટાં ઝીલતાં પડ્યાં રહેતાં વળગીને એકબીજાંને... ક્લાંત... ચૂમી લેતાં એકમેકના સ્તનો... તળાવના તળિયેથી વારેવારે સપાટી પર આવતી માછલીઓ જેવાં અમે...


0 comments


Leave comment