૯૭ - મોતને ઘૂંટ્યા કરીશું / શોભિત દેસાઈ


મોતને ઘૂંટ્યા કરીશું તો બધું બગડી જશે,
પર્ણની માફક પડ્યા રહીશું, પવન ઘસડી જશે !

રાખજે તું ધ્યાન કે એ ધ્યાનબહેરો છે જરા,
તો જ સાંભળશે, જો એને આજીજી તગડી જશે.

બંધ આંખે સૂઈ શકાશે, પણ જરા સંભાળજે,
સ્વપ્ન છે ચાલાક, ક્યાંનો ક્યાં તને ઢસડી જશે !

ટહેલવું સહેલું નથી સહેજે સ્મરણના દેશમાં,
યાદ હું કૈં પણ જો કરવા જઈશ, તું પકડી જશે.

ભોગ ધરાવો પડશે ખુદનો પ્રેમમાં પુરેપુરો,

પહેલાં પગના નખ, પછી માથું, પછી પઘડી જશે !0 comments


Leave comment