93 - હળવાશથી / લક્ષ્મી ડોબરિયા


આજની આ પળને આજે ખાળજે હળવાશથી,
કાં ગયેલી પળને પાછી વાળજે હળવાશથી.

કેટલું ક્યાં બોલવું, એનો કરી અંદાજ ને,
મૌનની શરતો બધી યે પાળજે હળવાશથી.

જો ખુલાસો કે પુરાવો, હોય ના સંગીન તો,
સાવ સાચી વાતને પણ ટાળજે હળવાશથી.

આંખ, મન કે કંઠમાં, કોરી તરસ જો તરફડે,
તો ગઝલના લયમાં એને ઢાળજે હળવાશથી.

હા, પછી મળશે બધા યે પ્રશ્નના ઉત્તર તને,
તર્ક સાથે તથ્યને પણ ગાળજે હળવાશથી. 0 comments


Leave comment