94 - ઝળહળવાનું છે / લક્ષ્મી ડોબરિયા


આમ અથવા ખાસ ક્યાં બનવાનું છે ?
પ્રેમમાં મોસમ મુજબ ફળવાનું છે.

જ્યાં જવું છે ત્યાં જવું તું જાણજે,
ક્યા વળાંકે થી પરત વળવાનું છે.

તારા હોવાનો ખુલાસો કર નહીં,
આ સમયના ચાકડે ચડવાનું છે.

થાય શું એકાંતમાં આથી વધુ ?
જાતમાં ખોવાઈને જડવાનું છે.

છોડ ચિંતા તું હવાના રૂખ વિશે,
તારા તેજે તારે ઝળહળવાનું છે. 0 comments


Leave comment