101 - સાચવી છે / લક્ષ્મી ડોબરિયા


છીપ-મોતીની કણસ મેં સાચવી છે,
બંધ મુઠ્ઠીની જણસ મેં સાચવી છે.

ઝાંઝવાં દોડ્યા હતા, મીટાવવા પણ,
સાત દરિયાની તરસ મેં સાચવી છે.

ફૂલ, કૂંપળ, પાંદડા તેં સાચવ્યા ને,
પાનખર વરસો વરસ મેં સાચવી છે.

લાલ-પીળા રંગ ઘોળીને નજરમાં,
સાંજની વેળા સરસ મેં સાચવી છે.

આ કલમ, કાગળ અને એકાંત જેવી,

બસ અમાનત આઠ-દસ મેં સાચવી છે. 0 comments


Leave comment