૯૫ - Mind is a Tabula Rasa -John Lock / રમણીક સોમેશ્વર


(મન એ કોરી પાટી છે)

કોરી પાટી ને કોરી પેન રે અક્ષરિયા રાજા
કઈ રીતે ઓતારા દઈએં આભમાં...

દર્ભની સળીને ખેંચવા જતાં
ખળભળી ઊઠે છે આખું બ્રહ્માંડ

મારા હાથમાં રહી ગયેલ
સળીનો અગ્ર ભાગ
ઢેઢગરોળીની કપાયેલી પૂંછડી જેમ
તરફડે છે
સળવળે છે.

દર્ભની અણીએ
કંડારવા છે અક્ષર
હે જૉન લૉક
પાટીની સપાટી પર પાડેલ અક્ષર તો
ભૂંસાઈ ગયા ક્યારના.
હવે
માટીમાં ફેરવું છું
દર્ભની સળી.

(Tabula Rasa – Blank Slate)



0 comments


Leave comment