1 - અભિજ્ઞાન / દિલીપ જોશી


કસક પલટ કર ગઈ સંવરતી
સાંવરિયા ખુશ્બૂ
નિજનાભિ કસ્તુરી – ધાતા
ઘટઘટ શોધે શું શું ?

પલપલ ભ્રમર કમલદલ પર
પાથરતો પ્રાણપછેડી
અમીયલ પય ઝંઝા તરકટ ભઈ
ઝરમર ઝનકે બેડી
સમીર સલૂણાં ચિદાકાશ મઘમધ્ યા
ઊડયાં સ્કંધ ઊડી રે જુલ્ફું

અંજળ ગહન ગળાબૂડ આખર
ચિત્તવછોઈ ઘ્રાણ સખી !
ગરવ ચકાચક મુગ્ધ મનોમન
પગ પરમાણે જાણ સખી !
અનાવૃત અવસર ઓચિંતા આવ્યા
આવી સમજણ ઋજઋજુ !0 comments


Leave comment