2 - રાગ / દિલીપ જોશી


અલસ શ્વાસ છે ભડભડ જંગલ ભડભડ આંખો
ભડભડ ઊડયા રોમરોમ તોખાર

મંથરગતિએ કૈં ક ઝબકતું
પગલે પગલે પરવત કૂદતું
ઉભડક નભની છાબ ભરીને ગણતું રે પોબાર......

નાભિમાંથી કમલપત્ર દઈ
ફૂલકુંવરીએ હથેળીઓમાં કેદ કરી છે વાચા
ઝરમરતાના જોમ ઝનકતા
વહાણા વાયા અષાઢ ઓઢી મત્ત મયૂરા નાચા
ઝરમર જીવને લાગ્યો ઝોલો
જળમાં પરપોટાઓ તોલો
સચરાચરમાં જવું એટલે ઊઘડે મનનું દ્વાર......

સુખભાદરના ખૂણેખૂણાં
પોશે –પોશે પીધાંવેત ઝબૂકયા આઠે કોઠે દીવા
ગહનગુફાનું ઉલ્કાપાત થયા
- ગયું જે પ્રથમ હતા ને છેવટ છે મરજીવા
પળપળમાં ઉલ્કાપાત થયા
કૈં ઝીણેરા આધાત થયા
છે સૂનું રે ફળિયું રે આખર હિજરાયા આકાર.....0 comments


Leave comment