3 - સંગાથ / દિલીપ જોશી
આંખે પગલાં સાત પડે છે
ડેલી દોટદોટ કરે છે
ફૂલ વિષે ઘટ ઘટના ઘટતાં
અક્ષર અઢ્ઢી ઝમે ઝરે છે
વાયસ વર્તારા વરણાગી હરે ફરે છોગાળી પાધે
પાતળીયે પડછાયે સૂરજ, રોંઢો કરતો કોઈ રબારી આધે-આધે
સીમ સકળ ખાલીપે લીંપી નીંદર આંટા મારે
પાંગતિયે ઘરઘેલાં શ્વાસો છણકો કરતા ઝાંઝરના ઝબકારે
ફળિયું અંગેઅંગ સરે છે
અક્ષર અઢ્ઢી ઝમે ઝરે છે
કેડી કારણસરકરમાતી ટીપે ટીપે અજવાળાને ઠેલે
ભાંભરતી વેળાના ધણની ધૂળ ઊડીને આભ અડાયા છાણા જેવું છેલ્લે
રાતીચોળ ચણોંઠી જેવું સપનું ઘેલું-ઘેલું
ઓણ છલકતા ગાડાં છે તો પટેલ-પા’માં પોર ખોરડું વહેલું-વ્હેલું
કોઈ હિબકતો હાથ ધરે છે
અક્ષરઅઢ્ઢી ઝમે ઝરે છે
0 comments
Leave comment