4 - મેડી / દિલીપ જોશી
વખ ધોળે વ્હાલમની મેડી
મનગમતા મૂંઝારાની પળ બની ગઈ રે બેડી
ફૂલ-ફૂલ લાગ્યા ડામ શરમના છૂટયાં પાણી પાણી
ઉજાગરાનો સોમલ ઘૂંટાયે આંખલડી મીંચાણી
ઝાકળને ઝટકોરી કુવે ભવની વાતો છેડી
આખ્ખા દિ’નો થાક ઢોલિયે પડછાયો થઈ ઝૂરે
ઢળતો સૂરજ રોજ માંગમાં અધમણ કંકુ પૂરે
પછી ઊઘડતી તારલિયાની ખીલલિખ કરતી કેડી
વખ ધોળે વ્હાલમની મેડી......
0 comments
Leave comment