5 - અંજળિયામાં / દિલીપ જોશી


ઝળઝળિયામાં વ્હાણ તરે છે
જોમ ડૂબે છે છબછબિયામાં
ભવનાંચલનો ભાર મૂકીને
ગલી ગુજરતી પરબીડિયામાં....

ધાબું ધોળી ભીંત ઉપરનું ઘેરાતા બ્રહ્નાંડ જેવડું
ઠેસ નજરને મારે ઊંડે ઊંડે અનરાધાર
ધક્કેલાતા જાય પવનમાં દિવસો
જાણે હોડી જાણે મોજાં જાણે
બે-લગામ તોખાર !

ધૂમરી ધૂમરી વિચાર છોળે તડકે છાંયે
પીડ પ્રગટતી એકલવાયા અંજળિયામાં.....

કોડી કોડી રમતાં રમતાં ગાંઠ લોહીમાં બંધાવાની
મોહ ઝળુંબી ચાન્નક ચડતી ટીપે – ટીપે રાત
ઊંધમૂંધ અવશેષ પડયા છે
રૂંવે-રૂંવે રેલે-રેલે
સાદ સાદ સોંસરવી વર્તી વાત !

અંતર ઊંડી ખાઈ ખણીને દિવસો, મહિના,વર્ષો
જેવા ઉજાગરે ઉઝરડા પાડે
મંદ-મંદ મનશ્રાવણિયામાં.....0 comments


Leave comment