6 - ગતિ / દિલીપ જોશી


ફળિયું હાવળ ધ્રાણ વીંધતું
જીરણ પગલું નભનાભિ પર
અર્થાઘાતે અડધી વાતે
પુરુષોત્તમ પર્યાણ વીંધતું.....

વિચારવંતી ભાષાવળ કે અટકળ જેવી બટકણ ડાળે
રડે રાન ચોધાર
નામ એટલા નર્થ સાંભળો વ્યર્થ પવનજી તબડક
તબક્યા તેજીલા અણસાર
ગુંજ અલૌકિક મહેક પછેડી ઓઢી આવી
હાથ કોઈ આવ્યું રે નખરું
ચિદાકાશ પોલાણ વીંધતું.....

પડઘા ફાટ્યા તડકા તૂટ્યા રેલે રેલે દડી પડ્યાં કંઈ
અક્ષરપૂર સૂમસામ
કથીર કામણગાર કોરતું પંચકોષના પરપોટાને
દીવા જેવું આમ
ઝીણેરી જળજાળી વચ્ચે ગુંથાયેલું પોત પ્રગટતું
અગનલેપશી પીઠી ચોળ્યું
ડસકું છે પાષાણ વીંધતું.....0 comments


Leave comment