8 - ધૂમ્રવલયના ટેકે / દિલીપ જોશી


અર્થછાયાનભ-ઢગલા વચ્ચે ખેતર વચ્ચે શેઢા વચ્ચે પગલાં વચ્ચે
મને હું જ શોધું રે.....

તડકે – તડકે સેલ્લારે મજિયારે મારગ એક ગામનું ટપકું
શૈશવ એક સબાકો થઈને રેલે અંગેઅંગે-
જાણે હું જ મને ભઈ ખટકું !
પાણી કે પરપોટા જેવું અફાટ ખુલ્લે છાતી વચ્ચે દરિયા વચ્ચે-
ઝરણાં વચ્ચે મને હું જ શોધું રે....

પાંચ છોકરા પાંચ ફળી’ને પાંચ આંધળી મસ્તી મોહક-
ખેલે નાચ નચૈયા
આદિથી અવતન્ત સધાયો તિર્યક્ તિર્યક્ પગ પાથરણે-
બંધ બારણે અનુરાગે નરસૈંયા
પાંપણ પર પહેરા મત મૂકો સકળબ્રહ્મપળ સમ્મુખ આવી-
-ઝાકળ વચ્ચે દીવા વચ્ચે મને હું જ શોધું રે.....0 comments


Leave comment