9 - રાનેરી ધાબું / દિલીપ જોશી


અજવાળું અડક્યું કે ઊઘડ્યું ઊંધમૂંધ રાત જેવું રાનેરી ધાબું !
શેરી શિયાળિયાની લાળીને લૂછે છે ગામ જરા મૂક્યું રે આઘું

બાચકીમાં બાંધવો છે
પોતીકો પડછાયો અવળે મારગ આભ આંબવું
ઝળઝળિયે જાળવીને
જળનું પગેરું મૂકી પવનપાતાળ ભેદી નાખવું

ઓળખના ઓસભીનાં પરવળે પ્રગટે છે તોખારી તેજ ફાટું-ફાટું

નસીબ નવાબી રંગ
ફિક્કો રે સાવ એ તો જીવતરના હિસ્સામાં હોય છે
આપણે વટાવવો છે
આપણે જ રૂપિયો જે ફાટેલા ખિસ્સામાં હોય છે
પાંચ-સાત પરપોટા ફૂટયાનું આળ લઈ ડૂબ્યું એંધાણ આખેઆખું....0 comments


Leave comment