10 - તફાવત / દિલીપ જોશી


મારા ને દરિયામાં આટલો જ ફેર છે
દરિયો સુક્કાય તો એ રણ બની જાય
અને મારા સુક્કાવામાં શહેર છે !

મોજાં ’ને મારા વિરહની સમાનતામાં-
-માથાં પછાડવાની ઘટના
આંસુનું ટીપું પણ મોતી થઈ જાય એવા-
-સેવવવાં સહુસહુને સપનાં
સપનાં ખંખેરું તો દડી પડે દરિયો
‘ને હોડી હલેસાંઓ ઘેર છે....

પંડ્યથી વધીને કશું ખાનગી નથી
નથી અંગત કશીય મારી લાગણી
મોજાં જોઇને ચાંદ બાવરો બને
હું તો ફૂલોને જોઈ થયો ફાગણી
દરિયાએ પૂરવમાં પ્રગટાવ્યો ખાખરો
‘ને મારામાં ફાગણની લહેર છે...0 comments


Leave comment